Skip to main content

ખેરગામ તાલુકાના બહેજ ગામે 'મેરી મિટ્ટી મેરા દેશ' અંતર્ગત તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો.

                              

ખેરગામ તાલુકાના બહેજ  ગામે 'મેરી મિટ્ટી મેરા દેશ' અંતર્ગત તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો.

તારીખ ,૧૮-૦૮-૨૦૨૩નાં દિને બહેજ  ગામે 'મેરી મિટ્ટી મેરા દેશ' અંતર્ગત તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. ખેરગામ તાલુકાના ૨૨ ગામોમાંથી ગ્રામપંચાયતનાં સરપંચશ્રીઓ માટીનો કળશ લઈ દશેરા ટેકરી ખાતે પધાર્યા હતા. અહીંથી  માટીનાં કળશ લઈ બહેજ ગામનાં રૂપાભવાની માતાનાં મદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જ્યાં માટીને સન્માનપૂર્વક ભેગી કરવામાં આવી હતી. જે માટીના કળશને ભેગા કરી તાલુકા પંચાયત ખાતે મોકલવામાં આવ્યા હતાં. આ શુભ અવસરે માનનીય ધારાસભ્ય નરેશભાઈ પટેલનાં હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ  મહેમાનો દ્વારા દેશની સુરક્ષા અને દેશ માટે કંઈક કરી છૂટવાનાં શપથ લેવામાં આવ્યાં હતાં.


    આ  કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગણદેવી વિધાનસભાના માનનીય  ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, નવસારી જિલ્લા પંચાયતનાં માનનીય પ્રમુખશ્રી ભીખુભાઈ આહિર, ચુનીભાઈ પટેલ, ખેરગામ મામલતદારશ્રી ડીસી બ્રાહ્મન કાછ સાહેબ, ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી વિમલભાઈ પટેલ સાહેબ, ખેરગામ પી.એસ.આઈ. સાહેબ, તાલુકા પંચાયતનાં પ્રમુખશ્રી તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ તથા આગેવાનો, પોલીસ જવાનો અને મોટી સંખ્યામા ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.  

  










Comments

© 2020 KHERDILI

Copyright (c) 2023 kherdili All Right Reseved

Designed by Open Themes & Nahuatl.mx.